Video: સુરેન્દ્રનગરમાં 8 માળ સુધી લાગેલી આગ પણ મનપાનું ફાયર વિભાગ ઓલવી નાખશે, અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ
ગુજરાતમાં વધતી આગની ઘટના બાદ સુરે

ગુજરાતમાં વધતી આગની ઘટના બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સફાળી જાગી છે. મનપાની ફાયર સિસ્ટમને તાત્કાલિક ડેવલપ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા 2 કરોડના ખર્ચે નવું ફાયર બ્રિગેડ સિસ્ટમ વિકસાવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં હવે 8 માળ સુધી લાગેલી આગ પણ ઓલવી શકાય તેવા ફાયરબ્રિગેડના સાધનો વિકસવાયા છે. કમિશ્નર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ સાધનોનું લોકાર્પણ કરાયું છે. પ્રથમ વખત અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા સાધનોની ખરીદી કરાતાં હવે મનપાની ફાયર બ્રિગેડ સિસ્ટમ મોટી દુર્ઘટનાને પણ પહોંચી વળવા સક્ષમ રહેશે.






