VIDEO: નર્મદામાં ત્રણ વ્યકિતઓના ડૂબવાનો મામલો, સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનને ઠેરાવ્યું જવાબદાર
ભરૂચના શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ વ્યકિતઓના ડૂબી જવાના ગોઝારા બનાવ બાદ ભરૂચના સાંસદ મનસુખ વસા
ભરૂચના શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ વ્યકિતઓના ડૂબી જવાના ગોઝારા બનાવ બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માટે ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને જવાબદાર ઠેહરાવ્યું છે.વારંવાર આવી ઘટનાઓ બનવાને કારણે તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી
નર્મદા નદીમાં કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરુચના વેજલપુર વિસ્તારના ત્રણ વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના બની હતી.આ અગાઉ પણ અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે.
આ પણ વાંચો: બોટાદ: લીંબોડામાં યુવકને માર મારી 6 શખ્સો દોઢ લાખની લૂંટ ચલાવી ફરાર
નર્મદા નદીના કાંઠે જાત્રા ચાલુ હોવા છતાં રેતી ખનન
શુકલતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાના ૬ દિવસના મેળાના દેવદિવાળીએ અંતિમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો ઉમટતા હોય છે. આજે અંતિમ દિવસે પણ નર્મદા નદીના કાંઠે જાત્રા ચાલુ હોવા છતાં રેતી ખનન ધમધમતું હતું. મેળા બાદ કાંઠે જાત્રામાં આવતા લોકો માટે નર્મદા સ્નાન કરવાનું અનેરૃ મહત્વ હોવાના કારણે નદીમાં ડૂબકી લગાવતા હોય છે. ભરૃચના પશ્ચિમ વિસ્તારના વેજલપુરના નિઝામવાડી વિસ્તારમાંથી અસંખ્ય લોકો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા






