મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મનસુખ વસાવાએ ભાજપના જ અગ્રણીઓ અને વહીવટી તંત્રને આડે હાથ લીધા, કહ્યું- પ્રજાના કામોમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે

નેત્રંગના કોયલી માંડવી ખાતે આયોજિત ટિફિન બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જ અગ્રણીઓ અને વહીવટીત

નેત્રંગના કોયલી માંડવી ખાતે આયોજિત ટિફિન બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જ અગ્રણીઓ અને વહીવટીતંત્રને આડે હાથ લીધા હતા. વાયરલ વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો કે નેત્રંગમાં જનતા માટે જરૂરી 'બસ સ્ટેન્ડ'ને બદલે માત્ર 'ટકાવારી' મેળવવા શોપિંગ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે પ્રજાહિતના કામોમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. ચૂંટણી પૂર્વે પોતાની જ પાર્ટીના નેતાઓ પરના આ આક્રમક પ્રહારથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો