મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ કમળનો કકળાટઃ 'ટિકિટ વખતે કાર્યકરોને મળવાનો સમય નહોતો, હવે ઘરે-ઘરે ભટકે છે'-ગેનીબેનના પ્રહાર

13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યાં છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન

13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યાં છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી.

ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર

ભાભર ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા.ગેનીબેન ઠાકોરે કહ્યું કે, "રાજ્યનું મંત્રીમંડળ હોય, મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કોઇ ઘટના બને ત્યારે આ વિસ્તારમાં આવવાનો સમય નહતો. બહેન-દીકરીના જ્યારે પ્રશ્નો ઉભા થાય, સલામતીની વાત હોય ત્યારે ગૃહમંત્રી અને રાજ્ય સરકાર કોઇની વાત સાંભળતું નહતું અને અત્યારે ઘરે ઘરે ફરવાનો વારો આવ્યો છે."

ગેનીબેને કમળનો કકળાટ જણાવતા કહ્યું કે, જો એમને લોકપ્રિયતાથી કામ કર્યા હોત તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આટલું મોટુ મંત્રીમંડળ અને મુખ્યમંત્રીએ પ્રચાર ના કરવો પડ્યો હોત. ભાજપ લોકોને શિક્ષણ અને રોજગાર આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. એમને સામ-દામ-દંડ અને ભેદ કરીને વહીવટીતંત્રનો દૂરઉપયોગ કરીને વાવ વિધાનસભામાં પડાવ નાખ્યો છે.

બદલો લેવાની ભાવના લેનારા લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે-ગેનીબેન ઠાકોર

વધુમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ભાજપ એમ માનતું હતું કે કોંગ્રેસ હવે રહી જ નથી. કોંગ્રેસ ખાતું પણ નહીં ખોલાવે, તેમને હજુ હારની કળ વળી નથી ત્યારે કોંગ્રેસના આગેવાન, મતદારોને વિનંતી કરૂં છું કે જે તે ગામમાં તે લોકો આવે તો પ્રશ્ન કરજો કે આટલી ઘટના બની તો શું પગલા લીધા? બનાસ ડેરીએ ચૂંટણી પ્રત્યા પછી જિલ્લામાં 78 ડેરી બંધ કરી, બદલો લેવાની ભાવના લેનારા લોકોની જમીન નીચેથી સરકી રહી છે ત્યારે અહીં આવ્યા છે. વાવ વિધાનસભાના મતદારો કાયમી કોંગ્રેસ સાથે રહ્યાં છે અને 13 તારીખે જંગી મતદાન કરીને ત્રીજી વખત કોંગ્રેસને વાવ વિધાનસભામાં આશીર્વાદ આપશે.

આ પણ વાંચો: VIDEO: 'સીઆર પાટીલનો પાવર ઉતારવાનો છે', ભાજપના બળવાખોર નેતાનો હુંકાર

મુખ્યમંત્રી-ગૃહમંત્રી ઘરે ઘરે ભટકે છે- ગેનીબેન ઠાકોર

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ચૌધરી સમાજના આગેવાનને ત્યાં જવાના સવાલ પર ગેનીબેન ઠાકોરે કહ્યું કે, "એટલી તો ખબર પડી કે કાર્યકરોને ત્યાં જવું પડે.50 જેટલા ઉમેદવારો ટિકિટના દાવેદારો હતા એ બધાને ઘરે જાય છે અને મનાવવાના પ્રયાસ કરે છે. ટિકિટ આપવાની હતી ત્યારે કોઇ યાદ ના આવ્યા, તેમને મળવા માટેની મંજૂરી મળતી નહતી. કમળનો કકળાટ છે તે ઉડીને નજરે ચઢે તેવો બહાર આવી રહ્યો છે. કોંગ્રેસ એક જૂટ થઇને આ ચૂંટણી લડી રહી છે."

આ સમાચાર શેર કરો