VIDEO: 'સીઆર પાટીલનો પાવર ઉતારવાનો છે', ભાજપના બળવાખોર નેતાનો હુંકાર
બનાસકાંઠાની વાવ બેઠક પર 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ પહેલા વાવ બેઠકને જી

બનાસકાંઠાની વાવ બેઠક પર 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ પહેલા વાવ બેઠકને જીતવા માટે ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષ ઉમેદવાર પણ જોર લગાવી રહ્યાં છે. આ વચ્ચે અપક્ષના ઉમેદવાર માવજી પટેલે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પડકાર ફેક્યો છે. માવજી પટેલે જનસભાને સંબોધતા કહ્યું કે, પાટીલનો પાવર ઉતારવાનો છે.
પાટીલનો પાવર ઉતારવાનો છે- માવજી પટેલ
વાવ બેઠકની પેટા ચૂંટણી શંકર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ માટે વર્ચસ્વની લડાઇ બની ગઇ છે. માવજી પટેલે એક જનસભાને સંબોધતા કહ્યું કે, સીઆર પાટીલનો પાવર ઉતારવાનો છે, એમના મનમાં છે કે અમારી પ્રજા ગુલામ છે. મહત્ત્વપૂર્ણ છે કે ભાજપમાંથી ટિકિટ ન મળતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો: VIDEO: વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનું ટેંશન વધ્યું, આકોલીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું શક્તિ પ્રદર્શન
માવજી પટેલે વધાર્યુ ભાજપ-કોંગ્રેસનું ટેન્શન
વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સામે 8 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ પણ આ રેસમાં છે. ચૂંટણી પ્રચારમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસ-ભાજપનું ટેંશન વધારી રહ્યા છે.
ભાજપે ટિકિટ ના આપતા નોંધાવી અપક્ષ ઉમેદવારી
માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા કહ્યું કે તેઓએ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી નથી, પરંતુ તેમને પાર્ટીએ ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે પ્રજા પર વિશ્વાસ વ્યક્ત કરતા પ્રજા જીતાડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.








