VIDEO: વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનું ટેંશન વધ્યું, આકોલીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું શક્તિ પ્રદર્શન
બનાસકાંઠા: ગુજરાતમાં આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂં
બનાસકાંઠા: ગુજરાતમાં આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લો દિવસ પૂરો થતા કોની-કોની વચ્ચે ચૂંટણી જંગ જામશે એ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સામે 8 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ પણ આ રેસમાં છે. ચૂંટણી પ્રચારમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસ-ભાજપનું ટેંશન વધારી રહ્યા છે. વાવનાં આકોલીમાં માવજી પટેલની વિશાળ જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 એકર જગ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. 15000 હજારથી વધુની ભીડથી કોંગ્રેસ-ભાજપ સહિતના હરીફ પક્ષો સ્તબ્ધ બની ગયા છે. ભીડથી ચક્કાજામ સ્થિતિ સર્જાઈ હતી.
ભાજપ-કોંગ્રેસ સામે માવજી પટેલ - ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સાથે જ ભાજપના નેતા રહેલા માવજી પટેલ પણ મેદાને છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે માવજી પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી ન હતી, જેથી અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ પણ હવે સત્તાવાર રીતે ચૂંટણી મેદાન છે.
પાર્ટીએ ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી : માવજી પટેલ
માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવતા કહ્યું કે તેઓએ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી નથી, પરંતુ તેમને પાર્ટીએ ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે પ્રજા પર વિશ્વાસ વ્યક્ત કરતા પ્રજા જીતાડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ભાજપના નેતા હોવા છતાં અપક્ષ ઉમેદવારી નોંધવતા તેઓને પ્રદેશ આગેવાનોના ફોન આવ્યા હતા. તેમની સાથે વાતચીત પણ થઈ અને કોઈ નારાજગી હોય તો તે પણ જણાવવા માટે કહ્યું, પરંતુ માવજી પટેલે સ્પષ્ટ કર્યુ કે તેઓને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
વાવ પેટાચૂંટણીમાં આ 10 ઉમેદવારો ચૂંટણી લડશે
1.ગુલાબસિંહ રાજપૂત - કોંગ્રેસ
2.સ્વરૂપજી ઠાકોર - ભારતીય જનતા પાર્ટી
3.પટેલ માવજીભાઈ - અપક્ષ
4.ચેનકુમાર ઓઝા - ભારતીય જન પરિષદ
5.મનોજભાઈ પરમાર - અપક્ષ
6.નિરૂપાબેન માધુ - અપક્ષ
7.મંજુબેન રાઠોડ - અપક્ષ
8.લક્ષ્મીબેન ઠાકોર - અપક્ષ
9.સેંગલ વિક્રમભાઈ - અપક્ષ
10.જયેન્દ્ર રાઠોડ - અપક્ષ








