Video: કચ્છમાં બે એકરમાં વાવેલા એક લાખથી વધુ પોષડોડાનો જથ્થો જપ્ત, ખેતર માલિક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
કચ્છના ભીમસરની સીમમાં અફઘાનિસ્તાન સ્ટાઈલથી થતી અફીણની ખેતીનો બોર્ડર રેન્જ અને સાયબર સેલે પર

કચ્છના ભીમસરની સીમમાં અફઘાનિસ્તાન સ્ટાઈલથી થતી અફીણની ખેતીનો બોર્ડર રેન્જ અને સાયબર સેલે પર્દાફાશ કર્યો છે. બે એકરના ખેતરમાં જાહેરમાં એક લાખથી વધુ પોષડોડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, પાક તૈયાર થઈ ગયો ત્યાં સુધી સ્થાનિક તંત્રને તેની જાણ સુધ્ધાં નહોતી. પોલીસે આ મામલે ખેતર માલિક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સરહદી જિલ્લામાં આટલા મોટા પાયે નશીલા પદાર્થનું વાવેતર કોના ઈશારે થતું હતું અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે દિશામાં હવે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા થોડા દિવસ અગાઉ જ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જે બાદ આ મસમોટો પોષડોડાનો જથ્થો પકડાયો છે. આ મામલે પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.




