મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના ગણદેવીમાંથી હજારથી વધુ લોકોનું કરાયું રેસ્ક્યું, સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કહેર જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે દક્ષિણ ગુજરાતના 12 તાલુક

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કહેર જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં 12 ઈંચથી વધુ વરસાદ હતો. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનનો 23 ઈંચ સાથે 67 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. નવસારી, વલસાડ, ડાંગ, આહવાસ પંચમહાલમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામના આંકડા ધોધ વિસ્તારમાં  આજરોજ અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 950થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લાની અંબિકા નદીના જળસ્તરમાં વધારો

 નવસારી જિલ્લાની અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો હતો. દેવધા ડેમમાં સતત પાણીની આવક થતા દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. આ પૂરથી 1500થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. નવસારીના ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં  વરસાદે આણી આફત સર્જી છે.

આ સમાચાર શેર કરો