મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના બગસરામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો, શહેરની શેરીઓ બની નદી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહીના કારણે વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહીના કારણે વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બગસરામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બગસરાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમરેલી-બગસરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

આ સમાચાર શેર કરો