VIDEO : ગુજરાતમાં મેડિકલ સ્ટોર હડતાળમાં 35 હજારથી વધુ સ્ટોર બંધ રહ્યા
ગુજરાત સહિત દેશભરમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા હડતાળ પાળવામાં આવી રહી
ગુજરાત સહિત દેશભરમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા હડતાળ પાળવામાં આવી રહી છે. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા મેડિકલ એસોસિયેશને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યના 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે. જોકે ઈમરજન્સી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એસોસિયેશન દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સની યાદી પણ જાહેર કરી છે. જેથી દર્દીઓને જરૂરી દવાઓ મળી રહે. હડતાળને કારણે સામાન્ય લોકોમાં દવાઓ અંગે ચિંતા જોવા મળી રહી છે.




