મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના 200થી વધુ લોકો સાઉદી અરેબિયામાં ફસાયા, મદદની લગાવી ગુહાર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે વડોદરાના 200થી વધુ મુસાફરો મુસીબતમાં મુકાયા છે. ઈઝરાયલ અને અમેર

તસવીર: GSTV

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે વડોદરાના 200થી વધુ મુસાફરો મુસીબતમાં મુકાયા છે. ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ સાઉદી અરેબિયાએ ફ્લાઈટો બંધ કરી દેતા, કનેક્ટિંગ ફ્લાઈટના યાત્રીઓ જેદ્દાહ અને દુબઈ એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે.

પવિત્ર રમઝાન માસમાં યાત્રાળુઓ મક્કા શહેરમાં ઉમરાહ લેવા ગયા હતા

પવિત્ર રમઝાન માસમાં વડોદરાના મુસાફરો મક્કા શહેરમાં ઉમરાહ લેવા ગયા હતા, ત્યારે ઈરાન-ઇઝરાયલની તંગદિલી વચ્ચે વડોદરાના 200 જેટલા મુસાફરો ફસાઈ ગયા છે. ફારૂક મેમણ નામના યાત્રીએ પોતાની વ્યથા ઠાલવતા વહેલી તકે મદદની ગુહાર લગાવી છે. અચાનક એરસ્પેસ બંધ થતા પ્રવાસીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

રાજકોટનો પરિવાર દુબઈમાં અટવાયો

 રાજકોટનો એક પરિવાર 10 સભ્યો સાથે દુબઈ ફરવા ગયો છે, પરંતુ ભારતની ફ્લાઈટ્સ કેન્સલ થતા તેઓ ત્યાં અટવાયા છે.રાજકોટના યુવાને વિડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, "દુબઈમાં હાલ પરિસ્થિતિ સુરક્ષિત છે, પરંતુ ફ્લાઈટ્સ બંધ હોવાથી વતનમાં પરિવારજનો ચિંતિત છે." પ્રવાસીઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે વહેલી તકે ફ્લાઈટની વ્યવસ્થા કરી તેઓને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવે.

આ સમાચાર શેર કરો