મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં મોબાઈલ સ્નેચરને લોકોએ 500 મીટર દોડીને પકડ્યો, પોલીસને સોંપ્યો

સુરતના ડિંડોલી-ભેસ્તાન રોડ પર મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે, જ્યાં

તસવીર: gstv

સુરતના ડિંડોલી-ભેસ્તાન રોડ પર મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે, જ્યાં એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવીને ભાગી રહેલા આરોપીને લોકોએ રંગેહાથ પકડી પાડ્યો હતો. આરોપી ફોન લઈને ભાગતાં જ સ્થાનિકો અને રાહદારીઓએ તેની પાછળ 500 મીટર સુધી દોડ લગાવીને તેને આંતરી લીધો હતો. લોકોએ આરોપી પાસેથી ચોરી થયેલો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આ ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો અને આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો