આરોગ્ય વિભાગની બેદરકારી: સુરતમાં વેક્સિનેશન બાદ પેરાસિટામોલની જગ્યાએ ડાયાબિટીસની ગોળી બાળકોને આપી દીધી

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત 24મી સપ્ટેમ્બરના રોજ યોજાયેલા મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન પાંચ બાળકોને પેરાસિટામોલ ગોળીના બદલે ભૂલથી ડાયાબિટીસની અત્યંત ભારે ગણાતી દવા આપી દેવામાં આવી હતી. દવાની ગંભીર આડઅસર (રિએક્શન) થતાં તમામ પાંચ બાળકોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોના આઈસીયુ (ICU) વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.
રસીકરણ બાદ પેરાસિટામોલને બદલે ગ્લાઇમિપિરાઇડ આપી દીધી
મળતા માહિતી અનુસાર, કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અંતર્ગત આવતા સબ સેન્ટર પલસાણા 1 ખાતે રસીકરણ સેશન યોજાયું હતું. જ્યાં કુલ 7 બાળકોને રસી આપવામાં આવી હતી. સામાન્ય રીતે રસીકરણ બાદ તાવ કે દર્દ ન થાય તે માટે બાળકોને પેરાસિટામોલ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં ફરજ પરના કર્મચારીએ મોટી ભૂલ કરીને પેરાસિટામોલના બદલે ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી 'ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.' દવા આપી દીધી હતી.
તબિયત લથડતાં બાળકો ICUમાં ખસેડાયા, તમામની હાલત સ્થિર
મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ, આરોગ્ય મંત્રીએ આપી કડક તાકીદ
આ ઘટના સામે આવતાં જ તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક તપાસ બાદ ગંભીર બેદરકારી દાખવનાર મહિલા હેલ્થ વર્કરને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'બાળકોના આરોગ્ય અને જીવન સાથે આવી કોઈ પણ પ્રકારની ગુનાહિત બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવાશે.'

