Video: શાળા નિર્માણની કામગીરી ચકાસતા ધારાસભ્ય મુકેશ પટેલ, મટીરીયલની ગુણવત્તા બાબતે અધિકારીને કરી ટકોર
સુરત જિલ્લામાં નવનિર્મિત પાણીની ટાંકી તૂટ્યા બાદ હવે જિલ્લાના નેતાઓ નિર્માણાધિન સરકારી કામગી
સુરત જિલ્લામાં નવનિર્મિત પાણીની ટાંકી તૂટ્યા બાદ હવે જિલ્લાના નેતાઓ નિર્માણાધિન સરકારી કામગીરીની ચકાસણી માટે નિકળ્યા હતા. જેમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે નિરીક્ષણ કામગીરી સમયે પ્રોજેક્ટ અધિકારીને ટકોર પણ કરી હતી. મુકેશ પટેલ ઓલપાડના સરસ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડા નિર્માણની કામગીરી ચકાસણી કરવા પહોંચ્યા, જ્યાં ધારાસભ્યએ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીને ફોન કરીને મટીરીયલની ગુણવત્તા બાબતે ટકોર કરી હતી. રેતી અને સિમેન્ટની ગુણવત્તા હલકી કક્ષા હોવાની તેમણે વાત કહી હતી.




