મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં

મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો

મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું હતું.

આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે. જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતી કરાશે. આ તમામ પ્રક્રિયામાં તેમનું રીમાર્કસ, તેનું કોમ્પલાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર શેર કરો