મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા: મકાનનો સ્લેબ તૂટ્યો, ઊંઘતો પરિવાર દબાયો, દુર્ઘટનામાં ૩ ઘાયલ

મહેસાણાના તાવડીયા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં વગર વરસાદે ૩૦ વર્ષ જ

તસવીર: GSTV

મહેસાણાના તાવડીયા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં વગર વરસાદે ૩૦ વર્ષ જૂના જર્જરીત મકાનનો સ્લેબ ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કાળુજી ઠાકોરનો પરિવાર જ્યારે નિદ્રાધીન હતો, ત્યારે અચાનક સ્લેબ તૂટી પડતાં એક મહિલા અને બે યુવાનો કાટમાળ નીચે દબાતા ઘાયલ થયા હતા. પહેલા માળે સૂતેલી મહિલા સ્લેબ સાથે સીધી નીચે પટકાઈ હતી. આ ઘટનાને પગલે માત્ર નોટિસો આપીને સંતોષ માનતી મહેસાણા મહાનગરપાલિકાની લાલિયાવાડી અને નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો