VIDEO: મહેસાણા: પાંચોટ બાયપાસ પર ચાલુ વરસાદે રોડ બનાવવાની ઈજનેરી કરામત
સોર્સ : GSTV
મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ પાસે તંત્રની અદ્ભુત 'ઈજનેરી બુદ્ધિ'નો નમૂનો સામે આવ્યો છે. અહીં બની રહેલા નવા પુલ પર ધોધમાર વરસાદની વચ્ચે જ ગરમ ડામર પાથરીને રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ચાલુ વરસાદે રોડ પર ગરમ ડામર પાથરતા હવામાં ધુમાડા ઊડ્યા હતા. ત્યારે આવી બેજવદાર કામગીરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે...

