Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana: Armed men terrorize lawyer's office in Kadi on a sunny day; Attempted fatal attack by vandalism

VIDEO: મહેસાણા: કડીમાં ધોળે દિવસે વકીલની ઓફિસ પર હથિયારધારી શખ્સોનો આતંક; તોડફોડ કરી જીવલેણ હુમલાનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કોર્ટ સામે આવેલા સ્ટાર એવન્યુ કોમ્પ્લેક્ષમાં વકીલની ઓફિસમાં ધોળે દિવસે તોડફોડ અને હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે. ત્રણથી ચાર અજાણ્યા શખ્સો ધોકા અને છરા જેવા હથિયારો સાથે ઓફિસમાં ઘૂસ્યા હતા અને કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વકીલ મોનિલકુમાર પરમારની ઓફિસમાં અંદાજે 30 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરો સફેદ રંગની અર્ટીકા કારમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે કડી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

App Store