VIDEO: મહેસાણા: શંકરપરામાંથી ૨૫ હજારની ગેરકાયદે પિસ્તોલ સાથે એક ઝડપાયો
મહેસાણામાં ગેરકાયદે હથિયારો સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે. SOG PI યોગરાજસિંહ

મહેસાણામાં ગેરકાયદે હથિયારો સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે. SOG PI યોગરાજસિંહ પરમારની ટીમે ચોક્કસ બાતમીના આધારે શંકરપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દૂધસાગર ડેરી પાસે રહેતા શૈલેષસિંહ ઉર્ફે 'એસકે'ના ઘરમાંથી રૂ. ૨૫,૦૦૦ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. પોલીસે હથિયાર કબજે કરી આરોપી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




