VIDEO: શિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ગત મોડી રાતથી વરસી ર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ગત મોડી રાતથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ 25.55 ઇંચને પાર પહોંચ્યો છે. અવિરત વરસાદના કારણે શિનોરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. શિનોર-સુરાસામળ, માલપુર-છાણભોઈ અને સાધલી-મીઢોળ સહિતના માર્ગો પર પાણી ભરાતા અવરજવર બંધ કરવામાં આવી છે. ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાતા કપાસ, તુવેર, એરંડા અને કેળાના પાકને નુકસાનની ભીતિ છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.



