મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદથી પંચોલ-પલાસીયા માર્ગનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કા

તસવીર: gstv

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પંચોલ ગામને પલાસીયા સાથે જોડતા માર્ગ પર આવેલ લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓલણ નદી પર આવેલ માર્ગ પણ ધસમસતા પાણીના પ્રવાહને કારણે સલામતીના કારણોસર બંધ કરાયો છે. માર્ગ બંધ થતાં સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હાલ વરસાદમાં વિરામ મળતા લોકોને થોડી રાહત અનુભવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા માર્ગો અને પુલ પરથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો