VIDEO: તાપીના વાલોડ તાલુકામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, પોલીસ મદદે પહોંચી
તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનવ્

તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વાલોડ તાલુકાના દેગામા ગામના ખાડી ફળિયાથી પટેલ ફળિયાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડેરીમાં દૂધ ભરવા જતા પશુપાલક મુશ્કેલીમાં મુકાતા પોલીસકર્મી તેની મદદે આવ્યાં હતા.




