VIDEO: તાપીના ઉચ્છલમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, પુલ પર પાણી ફરી વળ્યા
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. સ્થાનિક વ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. સ્થાનિક વિસ્તાર ઉપરાંત ઉપરવાસ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી ઉચ્છલની નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉચ્છલ તાલુકાના હોલીપાડા ગામેથી પસાર થતી નદીમાં પૂર આવવાના કારણે વડપાડા અને ચંદાપુર ગામને જોડતા લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે. પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સલામતીના ભાગરૂપે આ માર્ગ પરનો વાહન વ્યવહાર તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ભારે વરસાદને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે.




