Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Meghraja's entry into Tapina Valod: Claims of pre-monsoon operations washed away

VIDEO: તાપીના વાલોડમાં મેઘરાજાની એન્ટ્રી: પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. બુહારી ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ નજીક પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિએ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે, જે માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. સતત પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અહીં ગટર લાઈન બનાવવાની માંગ ઉઠવા પામી છે. આ ગંભીર મુદ્દે ધારાસભ્ય મોહન ઢોડિયાએ તંત્રને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. વરસાદી પાણીમાં તંત્રના વિકાસના દાવાઓ વહી ગયા છે, જેના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

App Store