VIDEO: શિનોરમાં પૂર્વ સરપંચની ધરપકડ, પ્રેમિકા સાથે છેતરપિંડી કરવામાં આરોપસર કરાઈ કાર્યવાહી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સહકારી આગેવાન અને બરકાલ ગામના પૂર્વ સરપંચ વિશાલ પટેલ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સહકારી આગેવાન અને બરકાલ ગામના પૂર્વ સરપંચ વિશાલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂકેલા વિશાલ પટેલ પર પોતાની પ્રેમિકાને પત્ની બનાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો અને ત્યારબાદ તેને તરછોડી દેવાનો આરોપ છે. પીડિતાના જણાવ્યા અનુસાર, વિશાલ પટેલ તેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકીઓ પણ આપતો હતો. આ મામલે ફરિયાદ શિનોર પોલીસે વિશાલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


