મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલીમાં ભર ઉનાળે પાણીનો પોકાર, મહિલાઓએ માટલાં ફોડી તંત્રની નિષ્ક્રિયતાનો કર્યો વિરોધ

વડોદરાના સાવલીમા ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. સાવલીના જૂના સમલાયા ગામે છેલ્લા 1

વડોદરાના સાવલીમા ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. સાવલીના જૂના સમલાયા ગામે છેલ્લા 12 દિવસથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જેને લઈને મહિલાઓએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ 'પાણી આપો'ના પોકાર સાથે માટલાં ફોડી તંત્રની નિષ્ક્રિયતાનો વિરોધ કર્યો હતો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, અને જો આગામી સમયમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો