VIDEO: રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ મેગા ડ્રાઈવ, ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર 70 ટકાથી વધુ સ્ટોર
રાજ્યમાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા પોલીસ અને ફૂડ-ડ્રગ વિભાગે રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ શરૂ કરી
રાજ્યમાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા પોલીસ અને ફૂડ-ડ્રગ વિભાગે રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ શરૂ કરી છે. પોલીસ વિભાગ દ્વારા મેડીકલ સ્ટોર્સમાં રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવવામાં આવી છે. 45 હજાર મેડિકલ સ્ટોરની તપાસ કરવા માટે માત્ર 45 ડ્રગ ઈન્સપેક્ટર છે. ગુજરાતમાં 70 % થી વધુ મેડિકલ પર ફાર્મસીસના ભાડાના લાયસન્સ પર ચાલી રહ્યા છે.
નશાના ઉપયોગમા લેવાતી દવાઓ વેચતા મેડીકલ સ્ટોર્સ વિરુદ્ધ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી છે. કારણ કે રાજ્યમાં 70 ટકાથી વધુ મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ચાલે છે. 45 હજાર મેડિકલ સ્ટોરની તપાસ કરવા માટે માત્ર 45 ડ્રગ ઈન્સપેક્ટર છે. સૌરાષ્ટ્રની મોટાભાગની ફૂડ એન્ડ ડ્રગ કચેરીઓમાં ઈન્સ્પેક્ટરની ઘટ છે. GPAએ ડ્રગ ઈન્સ્પેક્ટરની સંખ્યા વધારવાની માંગ કરી છે.







