હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ માયાભાઈ આહિરે આપી પહેલી પ્રતિક્રિયા, VIDEOમાં જુઓ શું બોલ્યા
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહી
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરને હાર્ટ અટેક આવ્યો હતો. સ્ટેજ પર તેમની તબિયત બગડી હતી.
માયાભાઈ આહિરનો નવો વિડિયો આવ્યો સામે
અચાનક તબિયત બગડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. માયાભાઈ આહિર સ્વસ્થ છે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ તેમનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
એકદમ રેડી થઈ ગયો છું, ઘરે જઈ રહ્યો છું
માયાભાઈએ વિડિયોમાં કહ્યું કે બે દિવસમાં એકદમ રેડી થઈ ગયો છું, અને હવે હું ઘરે જઈ રહ્યો છે. સંખ્યાબંધ લોકોના ફોન કોલ આવ્યા હતા. મારા ચાહકોને જય શ્રી રામ. તેમણે હોસ્પિટલના ડોક્ટરોનો પણ આભાર માન્યો હતો.





