Video: વેરાવળમાં કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
વેરાવળના નમસ્તે સર્કલ પાસેના મુરલીધર કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. કોમ્પલેક્ષમાં આવેલા સ્પ
વેરાવળના નમસ્તે સર્કલ પાસેના મુરલીધર કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. કોમ્પલેક્ષમાં આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કોમ્પલેક્ષને જાણે કે બાનમા લીધુ હતુ. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્પા સેન્ટરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.




