VIDEO : ધ્રાંગધ્રામાં ગરમીનો પ્રકોપ! પોલીસ દ્વારા ઝડપાયેલું જ્વલનશીલ કેમિકલનું ટેન્કર આગની લપેટમાં આવ્યું
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની બહાર રાખવામાં આવેલા જ્વલનશીલ કેમિકલ ભરેલા એક ટે
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની બહાર રાખવામાં આવેલા જ્વલનશીલ કેમિકલ ભરેલા એક ટેન્કરમાં આજે બપોરે 42 ડિગ્રી કાળઝાળ ગરમીના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ટેન્કર થોડા સમય પહેલા જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું અને તેને તપાસ અર્થે સ્ટેશનની બહાર પાર્ક કરાયું હતું. આગની ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું, પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે બાજુમાં પડેલા અન્ય વાહનોમાં આગ ફેલાતા અટકી હતી અને મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં પોલીસે આગ લાગવા પાછળનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.








