VIDEO : સાણંદમાં ઉમા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ
અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ઉમા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ

અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ઉમા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ખાનગી કંપની ભડકે બળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 6 ફાયર ફાઈટરોની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી. આગ લાગવાથી તેના ધુમાડા પાંચ કિલોમીટરથી વધુ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. કંપનીમાં કોઈ કેમિકલ જેવા પદાર્થમાં આગ લાગી હોવાનો અનુમાન લગાવાઈ રહ્યુ છે.




