મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દિયોદરમાં માતાએ બે બાળકો સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ, અન્ય એક શખ્સે કર્યો આપઘાત

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોદા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોદા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. નર્મદાની મુખ્ય કેનાલમાં ચાર લોકોએ મોતની છલાંગ લગાવી છે. પોલીસ ચારેય મૃતદેહને કેનાલમાંથી કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. 

પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર તાલુકાના ગોદા ગામે આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં મહિલાએ પોતાના બે બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી, જ્યારે અન્ય એક શખ્સે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. ઘટના બાદ દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ આત્મહત્યાનું કારણ હજી અકબંધ છે. સ્થાનિક તરવૈયાની મદદથી તંત્રએ ચારેય મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. 

આ સમાચાર શેર કરો