VIDEO: બાંગ્લાદેશી યુવતી અને હિન્દુ યુવકનો લગ્નનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, પત્નીનો કબજો મેળવવા હેબિયસ કોર્પસ અરજી દાખલ
અમદાવાદમાં બાંગ્લાદેશી યુવતી અને હિન્દુ યુવકનો લગ્નનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ
અમદાવાદમાં બાંગ્લાદેશી યુવતી અને હિન્દુ યુવકનો લગ્નનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. યુવકે પત્નીનો કબજો મેળવવા માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી. લગ્ન બાદ બંને પતિ પત્નીને સાત મહિનાનું બાળક પણ છે.
રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું યુવતી બાંગ્લાદેશની નાગરિક છે અને ફોરેનર્સ અને ઇમિગ્રેશન સંબંધિત કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હોવાનો ભરૂચમાં થયેલી FIRમાં દાવો કરાયો છે. હાઈકોર્ટ વેકેશન બાદ આ મામલાની સુનાવણી કરશે.



