મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંડવીનો ગોળધા ડેમ છલકાયો, આમલી ડેમ પણ 115 મીટરની સપાટીએ પહોંચ્યો

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ગોળધા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતાં ડેમ છલકાયો છે, જેનાથી

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ગોળધા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતાં ડેમ છલકાયો છે, જેનાથી આદિવાસી વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં હાશકારો ફેલાયો છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરપાડા વિસ્તારમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ પાણી આમલી ડેમમાં આવે છે, જે હવે 115 મીટરની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે. આમલી ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી વેર નદીમાં છોડવામાં આવતાં ગોળધા ડેમમાં પણ પાણીની આવક શરૂ થતા તે છલકાયો છે.

આ સમાચાર શેર કરો