મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરામાં શખ્સે દુકાનદાર પાસે માંગ્યા પૈસા, ન આપતા કરી ગાડીની તોડફોડ

પંચમહાલમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે તેની સાથે સાથે સામાન્ય જનમાનસમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે. પંચમહાલ

પંચમહાલમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે તેની સાથે સાથે સામાન્ય જનમાનસમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક માથાભારે શખ્સે દુકાનદાર પાસેથી પૈસાની માંગણી કરી હતી. જો કે, દુકાનદારે પૈસા ન આપતા માથાભારે શખ્સે દુકાનદારના ઘરે પહોંચી ગાડીની તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો : રાજકોટમાં અસલી કરતા નકલી પોલીસની બોલબાલા, બે દિવસમાં જ 5 'નકલી પોલીસ' ઝડપાઇ

ગોધરાના વ્હોરવાડ વિસ્તારોના આમલી ફળિયા વિસ્તારની આ ઘટનામાં, માથાભારે યુવક રાત્રીના સમયે દુકાનદારના ઘરે તલવાર સાથે પહોંચ્યો હતો અને ગાડીના કાચની તોડફોડ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.  સમગ્ર મામલે દુકાનદાર દ્વારા શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો