VIDEO : Ahmedabad ઈસ્કોન ચાર રસ્તા પાસે મોટી આગની દુર્ઘટના, 4થી 5 બાઈકો બળીને ખાખ
અમદાવાદના જાણીતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ઈસ્કોન ચાર રસ્તા પાસે આજે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ છે.
અમદાવાદના જાણીતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ઈસ્કોન ચાર રસ્તા પાસે આજે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ છે. એક ગેસના બાટલામાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ દુર્ઘટનાને કારણે ઈસ્કોન ચાર રસ્તાની આસપાસ પાર્ક કરેલા અનેક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં 4-5 બાઈક બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા અત્યારે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.






