મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh: મહાદેવ ભારતી બાપુ સુસાઈડ નોટ લખી ગુમ, પાંચ શખ્સો પર લગાવ્યા ગંભીર આરોપ

જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે 2 નવેમ્બરે વહેલી સવારે આશ્રમમાંથ

જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે 2 નવેમ્બરે વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. મહાદેવ ભારતીએ ગુમ થવા પહેલા પાંચ પાનાની સુસાઈડ નોટ લખી હતી.

સુસાઈડ નોટમાં તેામણે લખ્યું છે કે, હિતેશ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરમેશ્વર ભારતી તેમને અનેક મુદ્દાઓએ ત્રાસ આપતા હતા, સાથે જ તેમના ગુરુજી હરીહરાનંદજીને પણ  ધમકાવતા હતા.   અમદાવાદના નિલેશ ડોડીયા અને રોનક સોનીએ પણ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.  માનસિક ત્રાસથી બચવા ભારતી આશ્રમની અલગ- અલગ જગ્યાએ તેમણે સમય પસાર કર્યો છતાં ત્રાસ બંધ ન થતા અંતે તેમણે આ પગલું ભર્યું. આ પાંચ પાનાની સુસાઈડ નોટ તેમણે ભારતી આશ્રમના અનેક સેવકોને મોકલી. આ સુસાઈડ નોટમાં પોલીસ દ્વારા પાંચેય શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુસાઈજ નોટ લખી પોતે ગિરનાર જંગલમાં આપઘાત કરવા ચાલ્યા ગયાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, જીવતા પોતાનું શરીર કોઈને કામ આવ્યું કે ન આવ્યું મર્યા બાદ વન્ય પ્રાણીઓને કામ આવશે,  જો વન્ય પ્રાણી ન ખાય તો સમાધિને બદલે સિવિલ હોસ્પિટલમાં દેહ દાન કરવાની પણ વાતનો ઉલ્લેખ તેમણે સુસાઈડ નોટમાં કર્યો છે.  ભારતી આશ્રમમાં સમાધિ માટે પણ પોતાને જગ્યા રોકવી નથી. આ સમગ્ર મામલે પોલીસની ટીમ, સાધુ-સંતોએ મહાદેવ ભારતીને જીવિત શોધવા દોડધામ શરુ કરી છે. સાથે જ  સુસાઈડ નોટમાં લખેલી હકીકત કેટલી સત્યા છે અને આ સિવાયનું અન્ય શું છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે. 

આ સમગ્ર મામલે  સંતોમાં રોષ છે. ગુરુ દત્તાત્રેયના મહંત મહેશગીરીબાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જે કોઈ જવાબદાર હોય તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.  મહેશગીરી બાપુએ કહ્યું કે, મહાદેવ ભારતી તાત્કાલિક પરત આવી જાવ, જે સમસ્યા હશે તેને દુર કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, ભવનાથમાં અવારનવાર આવી ઘટનાઓથી સનાતન ધર્મ પર લોકોનો વિશ્વાસ અડગ રહેવો મુશ્કેલ છે. 

આ સમાચાર શેર કરો