મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં આફતનો વરસાદ, શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે (29મી જુલાઈ) સવારથી વરસાદી માહોલ છવાયો છે. શહેરના સંખ્યાબંધ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

શહેરના બોપલ, એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ, નારાણપુરા, શાસ્ત્રીનગર, એસપી રીંગરોડ, ચાંદખેડા, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. સંખ્યાબંધ લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા.

વેજલપુર

એસજી હાઈવે

આ સમાચાર શેર કરો