VIDEO: વડોદરામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે
વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે વડોદરામાં ફરી પૂરની સ્થિતિ સર્જાશે તેવો ભય શહેરીજનોમાં જોવા મળતો હતો.
વડોદરાના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ
વડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે.
આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી 18 ફૂટને પાર પહોંચી છે. બીજી તરફ ગઈ વખત જેવી ભૂલ ન થાય અને લોકોનો રોષનો ભોગ ન બનવું પડે તે માટે સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળ્યા હતા.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે 29મી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.








