VIDEO:ભારે વરસાદથી બારડોલીની મીંઢોળા નદીમાં પૂર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
સુરત અને તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમ બાદ ડ
સુરત અને તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે. જેથી મીંઢોળા નદી ગાંડીતૂર બની રહી છે. બારડોલી નજીક મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. મિંઢોળાના પાણી બારડોલી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખાડા વિસ્તારના 150થી વધુ ઘરોને અસર થઈ હતી.
ડોસવાડામાંથઈ આવક વધી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર થઈ રહી છે. છેલ્લા બે દિવસ સુરત સહિત તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમ અને ડોસવાડા ડેમમાંથી આવક વધી રહી છે. જેની સીધી અસર મિંઢોળા નદીને થઈ રહી છે. જેથી સુરત જિલ્લાના બારડોલીમાં મિઢોળા નદી હવે ગાંડીતૂર બની છે.
રહિશોની હાલત કફોડી
મિંઢોળા નદીના પાણી બારડોલી જૂની કોર્ટ સામેના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા. મિઢોળામાં પુર આવે એટલે 150થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. જેથી રહિશોની દશા કફોડી બની જાય છે. અહીં વર્ષો જૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.








