Video: ઉપલેટા રોડ પર એક સાથે 5 શો-રૂમ અને મિલના તાળા તૂટ્યા, તસ્કરો CCTV માં કેદ

ધોરાજીના ઉપલેટા રોડ પર એક સાથે 5 જેટલા શો-રૂમ અને મિલના તાળા તૂટ્યા છે. આ હાથફેરામાં લાખ

ધોરાજીના ઉપલેટા રોડ પર એક સાથે 5 જેટલા શો-રૂમ અને મિલના તાળા તૂટ્યા છે. આ હાથફેરામાં લાખોની મત્તાની ચોરી થયાનો અંદાજ છે. ધમધમતા રોડ પર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષની લાગણી છે અને પોલીસ પેટ્રોલીંગ વધારવા ઉગ્ર માંગ કરાઇ છે. 

લાખો રૂપિયાની મતાની ચોરી થયાનો અંદાજ

રાજકોટના ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક જ રાતમાં પાંચ શોરૂમ અને મિલના તાળા તૂટતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠયા છે. કડકડતી ઠંડીમાં મધરાતે બેથી ત્રણ વાગ્યાના અરસામા તસ્કરોએ ટ્રેકટરના શોરૂમ, ઓઈલમિલને નિશાન બનાવ્યુ હતુ. તેમજ લાખો રૂપિયાની મત્તાની ચોરી થયાનો અંદાજ છે. શો-રૂમમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં તસ્કરો શટર તોડીને અંદર ઘુસે છે અને બાદમાં ઓફિસમાં પહોંચીને ચોરી કરતા નજરે પડે છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત