મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં પ્રચાર કરવા પહોંચેલા કોંગી ઉમેદવારોનો સ્થાનિકોએ લીધો ઉધડો, નેતાઓએ ચાલતી પકડી

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને જનતામાં નારાજગ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને જનતામાં નારાજગી જોવા મળી રહી છે અને પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોએ જનતાના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. ગત ટર્મમાં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસે ચારેય બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ગંદુ અને દૂષિત પાણી બતાવી ઉધડો લીધો હતો. પીળા અને દુર્ગંધ મારતા પાણીને જોઈને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને કોઈ સચોટ જવાબ આપવાને બદલે તાત્કાલિક ત્યાંથી રસ્તો પકડી ભાગ્યા હતા.  

આ સમાચાર શેર કરો