મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં મત માંગવા પહોંચેલા ભાજપ ઉમેદવાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા, ઘટનાનો વીડિયો વાયરલ

વડોદરામાં ભાજપના ઉમેદવારને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે. વોર્ડ નંબર-6 માં સ

તસવીર: GSTV

વડોદરામાં ભાજપના ઉમેદવારને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે. વોર્ડ નંબર-6 માં સરસિયા તળાવ વિસ્તારમાં મત માંગવા પહોંચેલા ઉમેદવારને સ્થાનિક નાગરિકે સવાલો પૂછતાં ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયા. નાગરિકે તળાવની ગંદકી મુદ્દે પ્રશ્ન ઉઠાવતા સાથે ભગવાન શ્રી રામના દસ નામ બોલવા કહ્યું હતું.

આ પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવારે ત્યાંથી ચાલતી પકડી. પ્રચાર દરમિયાન કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા, જ્યારે નાગરિકે જણાવ્યું કે ભગવાનનું નામ લેવુ સારી વાત છે, પરંતુ કોઈને મજબૂર કરવું યોગ્ય નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો