મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ કર્મીઓએ કર્યું મતદાન, પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાયું વિશેષ આયોજન

વડોદરામાં આગામી રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ અધિકારીઓ, જવા

વડોદરામાં આગામી રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ અધિકારીઓ, જવાનો અને હોમગાર્ડ્સ માટે આજે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીના દિવસે બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાના કારણે આ સુરક્ષાકર્મીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ચાર હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર જવાનોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને જવાનોએ લોકશાહીના પર્વમાં પોતાની નાગરિક ફરજ બજાવી બેલેટ પેપર મારફતે મતદાન કર્યું હતું. 

આ સમાચાર શેર કરો