મુખ્ય સામગ્રી પર જાઓ

Video: નસવાડી તાલુકામાં રસ્તો મંજૂર થયો પણ કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોને હાલાકી

નસવાડી તાલુકાના કુકરદા ગામના આઠ ફળિયાના 5 હજાર જેટલા લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચ

નસવાડી તાલુકાના કુકરદા ગામના આઠ ફળિયાના 5 હજાર જેટલા લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત છે. દર ચૂંટણીમાં નેતાઓ રસ્તો બની જશે તેવા વચનો આપે છે. જ્યારે સરપંચના જણાવ્યા મુજબ રસ્તા બનાવવા માટે સર્વે થયો છે પરંતુ રસ્તો બનતો નથી. રસ્તો મંજૂર થઈ ગયો છે તેવું મને કહેવામાં આવે છે, પરંતુ રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ થઈ ન થતાં લોકો રસ્તાથી વંચિત હોવાથી મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ આદિવાસી વિસ્તારમાં વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તો લોકોને રાહત મળે તેમ છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત