મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિંહોએ બરડાના જંગલોને બનાવ્યું નવું આશ્રયસ્થાન, વન વિભાગ દ્વારા કરાતું મોનીટરીંગ

દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોએ હવે ગીર બાદ બ

દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોએ હવે ગીર બાદ બરડાના જંગલોને પોતાનું નવું આશ્રયસ્થાન બનાવ્યું છે. હાલમાં જ બરડા અભયારણ્યમાં સિંહોનો ભવ્ય દરબાર જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા વન વિભાગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બરડા ડુંગરમાં સિંહોના કુદરતી આવાસ અને સુરક્ષિત વાતાવરણને કારણે સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

સિંહોની સતત અવરજવરને પગલે વન વિભાગ એલર્ટ મોડ પર છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જંગલના રાજાના આંટાફેરાથી આ વિસ્તારમાં વાઇલ્ડલાઇફ ટૂરિઝમ અને પર્યટન ક્ષેત્રને મોટો વેગ મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રવાસીઓ માટે ખાસ સફારી અને ટૂરિઝમ સર્કિટની તૈયારીઓ પણ તેજ બની છે. ગીર પછી હવે બરડા સિંહોનું નવું સરનામું બન્યું છે, જેનાથી રાષ્ટ્રીય સ્તરે આ અભયારણ્યની ઓળખ વધુ મજબૂત થશે. સિંહોની ગર્જનાથી બરડાના ડુંગરો ફરી એકવાર ગુંજી ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો