VIDEO: માઉન્ટ આબુમાં દીપડાએ શ્વાન પર કર્યો ઘાતક હુમલો, ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુએ પર્વત તેમજ જંગલની હારમાળા વચ્ચે વસેલું છે, તે ઉપરાંત અભ્યારણ્ય વિસ્તાર હોવાથી અવ
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુએ પર્વત તેમજ જંગલની હારમાળા વચ્ચે વસેલું છે, તે ઉપરાંત અભ્યારણ્ય વિસ્તાર હોવાથી અવાર નવાર જંગલમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓ જાહેર માર્ગો પર લટાર મારતાં જોવા મળે છે, તો બીજી બાજુ રીંછના હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે ત્યારે દીપડા દ્વારા શ્વાન પર હુમલો કરવામાં આવતા ભય ફેલાયો છે.
દીપડાને શ્વાનને દબોચ્યું
માઉન્ટ આબુના એક રહેણાંક વિસ્તારમાં શ્વાન ફરી રહ્યું હતું. શ્વાન લટાર મારી રહ્યું હતું, ત્યાપે અચાનક દીપડા ત્યાં આવી ચડ્યો હતો. અને શ્વાન પર હુમલો કરીને તેને દબોચી લીધું હતું.
આ પણ વાંચો: VIDEO: શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોની ત્રાડથી લોકો ભયભીત બન્યા
શ્વાનને છોડી દીપડો નાસી છૂટયો
જોકે ઘરમાંથી કોઈના બહાર નીકળવાનો અવાજ આવતા શ્વાનને છોડી દીપડો નાસી છૂટયો હતો. આ કારણે શ્વાનનો જીવ બચી ગયો હતો. ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા






