મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની દહેશત: સોસાયટીમાં લટાર મારતો CCTVમાં કેદ

અમદાવાદ: ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના પોશ ગણાતા ઘુમા (Ghuma) વિસ્તારમાં રાત્રિન

તસવીર: gstv

અમદાવાદ: ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના પોશ ગણાતા ઘુમા (Ghuma) વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક દીપડો ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ઘુમા સ્થિત શરણદીપ સોસાયટી (Sharandeep Society) માં દીપડો મુક્તપણે આંટાફેરા મારતો હોવાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરા (CCTV) માં કેદ થઈ ગયા છે. રહેણાંક વિસ્તારમાં હિંસક પ્રાણીની એન્ટ્રી થતાં જ લોકોમાં ભાગદોડ અને સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

દીપડાની હાજરી અંગે જાણ થતાં જ વન વિભાગ (Forest Department) અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલય (Kankaria Zoo) ની ખાસ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તંત્ર દ્વારા દીપડાને શોધવા અને તેને સલામત રીતે પકડવા માટેનું સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો