મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે ST બસે બાઈકને કચડી, યુવકનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે એસટી બસ અન

તસવીર: gstv

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈક ચાલક બસની અડફેટે આવી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પાલડી પોલીસ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો