VIDEO: અમદાવાદના મેઘાણીનગરમાં કરુણ ઘટના, ધોરણ ૧૨ની ૧૭ વર્ષીય સગીરાનો આપઘાત!
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગી

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક સગીરાની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ છે, જેણે પોતાના ઘરે જ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પિતાએ દીકરીને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો, જે વાત તેને મનમાં લાગી આવતાં તેણે આ અરેરાટીભર્યું પગલું ભર્યું હતું. પારિવારિક ઘરકંકાસ અને પિતાના ઠપકાના કારણે સગીરાએ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




